લોકપ્રિય AI ચેટબોટ ચેટજીપીટી અને ક્લાઉડ ગુરુવારે સાંજે ભારત સહિત દુનિયાભરમાં અચાનક બંધ થઈ ગયા હતા. આ પ્લેટફોર્મના ડાઉન થવાથી હજારો યુઝર્સને અસર થઈ હતી. યુઝર્સને લોગિન કરવામાં, જવાબ મેળવવામાં અને જૂની ચેટ લોડ કરવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે ઘણા લોકોનું કામ અધવચ્ચે જ અટકી ગયું હતું.
ડાઉનડિટેક્ટર નામની વેબસાઇટના અહેવાલ મુજબ, વિશ્વભરમાં ચેટજીપીટીના ઘણા યુઝર્સને વેબ અને એપ બંને વર્ઝન પર સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લગભગ 78 ટકા લોકોએ એક્સેસ કરવામાં તકલીફની જાણ કરી હતી. જ્યારે 8 ટકા લોકોને વેબસાઇટ ચલાવવામાં અને બીજા 8 ટકા લોકોને એપ કનેક્શનમાં સમસ્યા આવી હતી.