અમદાવાદમાં ચંડોળા તળાવ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, તેવા 200થી વધુ લોકોએ આજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે ધરણાં કર્યું છે. તેઓને આવાસ ફાળવવામાં આવ્યા નથી, જેના વિરોધમાં આ આંદોલન કરવામાં આવ્યું છે.
દાણીલીમડા વોર્ડના કોર્પોરેટર અને કોંગ્રેસના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં વિરોધીઓએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો. તેમણે દર મહિને 10,000 રૂપિયા ભાડું આપવાની અને ઝડપથી આવાસ ફાળવવાની માંગ કરી.
કમિશનર તેમને મળ્યા ન હતા, જેથી રોષ વ્યક્ત કરીને તેઓએ ચેતવણી આપી છે કે જો આવાસ નહીં મળે, તો આવતા મહિને સામાન લઈને કમિશનરના ઘરે રહેવા જશે. પોલીસે રિવરફ્રન્ટ હાઉસના દરવાજા બંધ કરી દીધા છે.