સત્ય. સાહસ. સંકલ્પ.

ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, સુરતમાં ICUમાં સારવાર

ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો, સુરતમાં ICUમાં સારવાર

ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. 35 વર્ષીય શાંતિલાલને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

મળતી માહિતી મુજબ, મોટાભાઈ ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા થયા બાદ શાંતિલાલ લાંબા સમયથી માનસિક તણાવમાં હતા. આ તણાવના કારણે તેમણે ઝેરી દવા પી લીધી હોવાનું મનાય છે.

ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી ગયા હતા. હાલ શાંતિલાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.