સત્ય. સાહસ. સંકલ્પ.

યુઝવેન્દ્ર ચહલ પર ગંભીર આરોપો? મહવશની ક્લિપ પર વિવાદ, પણ નામ લીધું નથી

યુઝવેન્દ્ર ચહલ પર ગંભીર આરોપો? મહવશની ક્લિપ પર વિવાદ, પણ નામ લીધું નથી

ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ અને તેની પૂર્વ પત્ની ધનશ્રી વર્મા વચ્ચેના છૂટાછેડા બાદ તેમની અંગત જીવનની ચર્ચા સોશિયલ મીડિયા પર ચાલુ રહી છે. આ વચ્ચે આરજે મહવશ સાથે ચહલનું નામ જોડવામાં આવ્યું હતું, પરંતુ આ સંબંધ લાંબો સમય ટક્યો નહીં.

હવે પિંકવિલાના એક પોડકાસ્ટની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં મહવશે નામ લીધા વગર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હોવાનું કહેવાય છે. ક્લિપમાં તે કથિત રીતે કહે છે કે, તેમનો એક ભૂતપૂર્વ સાથી પરણિત હતો અને તેના છૂટાછેડા થયા, કારણ કે તેણે ગર્ભવતી પત્નીને દગો આપ્યો હતો.

ક્લિપમાં વધુમાં કહેવાયું છે કે, આ વાતની જાણ થતાં જ તેમણે તે વ્યક્તિ સાથેનો સંબંધ તોડી નાખ્યો અને અંતર જાળવી લીધું. તેમણે એમ પણ કહ્યું કે, આવા સંવેદનશીલ સમયે પત્નીને દગો આપનાર વ્યક્તિ પર ભરોસો કરી શકાય નહીં. તેમના જણાવ્યા મુજબ, ભગવાને તેમને આવા સંબંધથી બચાવી લીધા.

આ ક્લિપ વાયરલ થયા બાદ ઘણા લોકોએ એવું માની લીધું કે મહવશ ચહલ વિશે વાત કરી રહી છે. જોકે, તેમણે ક્યાંય પણ ચહલનું નામ લીધું નથી.

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સે ચહલની ટીકા કરી છે, તો કેટલાકે ધનશ્રી વર્માના ગર્ભાવસ્થાના દાવા પર પણ સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ, કેટલાક યુઝર્સનું કહેવું છે કે આ વાત ચહલની નથી. તેમની દલીલ છે કે ક્લિપમાં જે વ્યક્તિનો ઉલ્લેખ થયો છે તે ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે, જ્યારે ચહલ મૂળ હરિયાણાનો છે. આમ, અડધી ક્લિપના આધારે ચહલનું નામ વિવાદમાં ખેંચવામાં આવ્યું હોવાનું કેટલાક યુઝર્સ માને છે.

નોંધનીય છે કે, ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા બાદ ચહલની ડેટિંગ લાઈફ અંગે લાંબા સમયથી અટકળો ચાલી રહી છે. ચહલ અને મહવશ અનેક પ્રસંગોએ સાથે જોવા મળ્યાં હતાં, જે બાદ તેમના સંબંધની ચર્ચા તેજ બની હતી.

જોકે, ચહલે આ અફવાઓને પહેલા જ નકારી કાઢી હતી. રાજ શમાનીના પોડકાસ્ટમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમની અને મહવશ વચ્ચે માત્ર મિત્રતા છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આ અફવાઓને કારણે મહવશને ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો, જે તેમને ખૂબ ખરાબ લાગ્યું હતું. લગભગ છ મહિના પહેલા બંને એકબીજાને ઇન્સ્ટાગ્રામ પરથી અનફોલો પણ કરી ચૂક્યા છે.