સત્ય. સાહસ. સંકલ્પ.

સેન્ટ્રલ બેંકની 364 દિવસની FD પર 6.75% સુધી વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને વધારાનો લાભ

સેન્ટ્રલ બેંકની 364 દિવસની FD પર 6.75% સુધી વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને વધારાનો લાભ

સુરક્ષિત રોકાણ અને નિશ્ચિત આવક શોધતા લોકો માટે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હજુ પણ પહેલી પસંદગી છે. દેશમાં કુલ 12 જાહેર ક્ષેત્રની બેંકો કામ કરે છે, જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એક જાણીતું નામ છે. આ બેંક FD પર 3.00% થી લઈને 8.00% સુધીના વ્યાજ દર આપે છે.

સેન્ટ્રલ બેંકમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધની મુદત માટે FD ખોલાવી શકાય છે. લગભગ એક વર્ષ માટે નાણાં રોકવા માંગતા લોકો માટે 364 દિવસની FD સારો વિકલ્પ છે. આ મુદત પર બેંક 6.00% થી 6.75% સુધીનું વ્યાજ આપે છે.

ઉંમર મુજબ દર જોઈએ તો, 59 વર્ષ સુધીના સામાન્ય ગ્રાહકોને 364 દિવસની FD પર 6.00% વ્યાજ મળે છે. 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 6.50% મળે છે, એટલે કે સામાન્ય ગ્રાહકો કરતાં 0.50% વધુ.

80 વર્ષ કે તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝન માટે બેંક 6.75% વ્યાજ આપે છે. આ સામાન્ય ગ્રાહકો કરતાં 0.75% અને નિયમિત વરિષ્ઠ નાગરિકો કરતાં 0.25% વધુ છે. આ વિશેષ દરો 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની ડિપોઝિટ પર લાગુ પડે છે. સુપર સિનિયર સિટીઝન માટેના નિયમો અલગ-અલગ બેંકોમાં જુદા હોઈ શકે છે.

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ છેલ્લે 10 ઓગસ્ટ, 2026ના રોજ FD વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો. દેશની બેંકોના FD વ્યાજ દર મોટેભાગે ભારતીય રિઝર્વ બેંક (RBI)ના રેપો રેટ પર આધારિત હોય છે. તેથી રોકાણ કરતા પહેલા બેંકની સત્તાવાર વેબસાઈટ પરથી તાજેતરના દર જાણી લેવા જોઈએ.