સત્ય. સાહસ. સંકલ્પ.

વસ્તી ગણતરી 2027: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ગણતરી, સંદર્ભ તારીખ 1 માર્ચ

વસ્તી ગણતરી 2027: 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ગણતરી, સંદર્ભ તારીખ 1 માર્ચ

દેશમાં વસ્તી ગણતરી 2027ની તારીખોની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે. ભારતના વસ્તી ગણતરી કમિશનર મૃત્યુજય કુમાર નારાયણે જારી કરેલી સૂચના મુજબ, મોટાભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી વસ્તી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવશે. વસ્તી ગણતરી માટેની સંદર્ભ તારીખ 1 માર્ચ 2027ની મધરાતે 12 વાગ્યાની રહેશે.

જોકે, હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારો અને ચૂંટણીવાળાં રાજ્યોમાં હાલમાં વસ્તી ગણતરી હાથ ધરાશે નહીં. આ વિસ્તારો માટેની તારીખો અલગથી જાહેર કરાશે.

સૂચના અનુસાર, મણિપુર (આગામી જાહેરાત થાય ત્યાં સુધી), ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના હિમવર્ષાથી પ્રભાવિત વિસ્તારોને બાદ કરતાં અન્ય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી વસ્તી ગણતરી થશે.

વસ્તી ગણતરીની મુખ્ય કામગીરી શરૂ થાય તે પહેલાં સરકાર લોકોને પોતાની વિગતો જાતે નોંધાવવાની સુવિધા આપશે. આ માટે ઓનલાઈન પોર્ટલ 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી ખુલ્લું રહેશે. ત્યારબાદ વસ્તી ગણતરીના ડેટાની અંતિમ ચકાસણી અને સુધારા માટે 1 માર્ચથી 5 માર્ચ 2027 સુધી રિવિઝન રાઉન્ડ યોજાશે.