સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો સમયપત્રક જાહેર કર્યો છે. બોર્ડની જાહેરાત મુજબ, બંને ધોરણોની પરીક્ષાઓ 16 ફેબ્રુઆરી, 2027 (મંગળવાર)થી શરૂ થશે. તમામ પરીક્ષાઓ સવારે 10:30 વાગ્યે શરૂ થશે.
શુક્રવારે જાહેર કરાયેલી નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે ધોરણ 10ના વિદ્યાર્થીઓ 83 વિષયોની અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 121 વિષયોની પરીક્ષા આપશે. પરીક્ષા શરૂ થવાના 101 દિવસ પહેલા સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને તૈયારી માટે પૂરતો સમય મળી રહે.
કાર્યક્રમ તૈયાર કરતી વખતે વિદ્યાર્થીઓના વિષય સંયોજનો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. બોર્ડે જણાવ્યું કે 40,000થી વધુ વિષય સંયોજનોને ધ્યાનમાં રાખીને સમયપત્રક બનાવવામાં આવ્યું છે, જેથી એક જ દિવસે બે વિષયોની પરીક્ષા ન પડે.