કેનેરા બેંક દેશની મોટી જાહેર ક્ષેત્રની બેંકોમાંની એક છે. બેંક તેના ગ્રાહકોને બચત માટે વિવિધ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજનાઓ ઓફર કરે છે. અહીં જાણીએ કે કેનેરા બેંકમાં 365 દિવસની FD પર કેટલું વ્યાજ મળે છે અને 60 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને કેટલું વળતર મળે છે.
કેનેરા બેંકમાં FD ખાતું 7 દિવસથી લઈને 10 વર્ષ સુધની મુદત માટે ખોલી શકાય છે. એટલે કે ટૂંકા ગાળા માટે 7 દિવસની FD અને લાંબા ગાળા માટે 10 વર્ષની FD ખોલાવી શકાય છે.
કેનેરા બેંક ₹3 કરોડથી ઓછા બેલેન્સવાળા કોલેબલ FD ખાતાઓ પર 3.00% થી 7.20% સુધીના વ્યાજ દર આપે છે. બેંક 365 દિવસ અથવા એક વર્ષની પાકતી મુદતવાળી FD યોજનાઓ પણ ઓફર કરે છે, જેના પર 6.25% થી 6.75% સુધીનું વ્યાજ મળે છે.
59 વર્ષ સુધીના તમામ ગ્રાહકોને 365 દિવસની FD પર 6.25% વ્યાજ મળે છે. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોને આ જ મુદતની FD પર 6.75% વ્યાજ આપવામાં આવે છે. 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને પણ 365 દિવસની FD પર 6.75% વળતર મળે છે.
કેનેરા બેંક સામાન્ય ગ્રાહકોની સરખામણીમાં વરિષ્ઠ નાગરિકોને FD પર 0.50% વધુ વ્યાજ દર આપે છે. આ ઉપરાંત 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના સુપર સિનિયર સિટીઝનને પસંદગીની FD યોજનાઓ પર વરિષ્ઠ નાગરિકો કરતાં 0.10% વધુ વ્યાજ દર મળે છે.