સત્ય. સાહસ. સંકલ્પ.

હજીરામાં બનશે સેનાનું સુપર વ્હીકલ BVS 10 સિંધુ, લદ્દાખથી કચ્છ સુધી દુશ્મનોના છોડાવશે છક્કા

હજીરામાં બનશે સેનાનું સુપર વ્હીકલ BVS 10 સિંધુ, લદ્દાખથી કચ્છ સુધી દુશ્મનોના છોડાવશે છક્કા

ભારતીય સેનાની તાકાત વધારવા માટે ખાસ ઓલ-ટેરેન વ્હીકલ (ATV)નું ઉત્પાદન શરૂ થયું છે. ગુજરાતના સુરત નજીક હજીરામાં લાર્સન એન્ડ ટુબ્રો અને બ્રિટનની કંપની BAE સિસ્ટમ્સે સંયુક્ત રીતે BVS 10 સિંધુનું ઉત્પાદન શરૂ કર્યું છે.

ભારતીય સેનાએ હાલમાં આવા 18 વાહનોનો ઓર્ડર આપ્યો છે. આ વાહનોને લદ્દાખ જેવા અત્યંત ઊંચાઈવાળા વિસ્તારોમાં તહેનાત કરવામાં આવશે, જ્યાં સેનાના જવાનોએ 18,000 ફૂટની ઊંચાઈએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં ઓપરેશન પાર પાડવું પડે છે.

BVS 10 સિંધુની સૌથી મોટી ખાસિયત એ છે કે તે માઇનસ 55 ડિગ્રી સેલ્સિયસ જેટલી કડકડતી ઠંડી અને બરફીલા વિસ્તારોમાં પણ કામ કરી શકે છે. સૈનિકોની અવરજવર અને મુશ્કેલ વિસ્તારોમાં ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ વાહન તૈયાર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, પાકિસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ વિસ્તારમાં પણ આ વાહનો તહેનાત કરવાની યોજના છે. અહીં તે 55 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનમાં કામ કરી શકે છે અને જવાનો દ્વારા દળદરવાળી જમીન, રણ વિસ્તાર અને મોટા કચ્છના રણમાં પેટ્રોલિંગ માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

નોંધનીય છે કે આ વાહન વૈશ્વિક સ્તરે યુદ્ધના મોરચે પોતાની ક્ષમતા સાબિત કરી ચૂક્યું છે.