BSNLએ તેના X (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર એક પ્રમોશનલ પ્લાનની જાહેરાત કરી છે. આ પ્લાનમાં માત્ર ₹51માં 28 દિવસની માન્યતા અવધિ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ઓફરમાં દરરોજ 2GB ડેટા મળશે. 28 દિવસના આખા સમયગાળા દરમિયાન ગ્રાહક કુલ 56GB ડેટાનો ઉપયોગ કરી શકશે. સાથે જ 28 દિવસ સુધી અનલિમિટેડ લોકલ અને STD કોલિંગની સુવિધા મળશે. તેમજ દરરોજ 100 SMS મોકલવાની સુવિધા પણ સામેલ છે.
પ્રમોશનલ પોસ્ટર મુજબ, આ ઓફરમાં મફત સિમ કાર્ડ પણ આપવામાં આવે છે. જે લોકો નવું BSNL કનેક્શન લેવા માંગે છે તેમના માટે આ પ્લાન આકર્ષક વિકલ્પ બની શકે છે.
ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ પ્લાન ફક્ત નવા વપરાશકર્તાઓ માટે જ ઉપલબ્ધ છે. BSNLના જણાવ્યા મુજબ ઓફર 31 ઓક્ટોબર, 2026 સુધી માન્ય છે.
મહત્વનું છે કે ₹51નો આ પ્લાન BSNLના સામાન્ય ટેરિફ પ્લાનથી અલગ પ્રમોશનલ ઓફર છે. તેથી ગ્રાહકોએ પોતાના BSNL સર્કલ અથવા અધિકૃત રિટેલર પાસેથી પ્લાનની ઉપલબ્ધતા અને શરતો ચોક્કસ કરી લેવી.
BSNL ગ્રાહકો માટે સેલ્ફ-કેર પોર્ટલ અને મોબાઈલ સંબંધિત અન્ય સેવાઓ પણ ઉપલબ્ધ કરાવે છે. સહાય માટે BSNL નંબર પરથી 1503 પર અથવા અન્ય કોઈપણ ઓપરેટરના નંબર પરથી 1800-180-1503 પર સંપર્ક કરી શકાય છે.