ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તેના એક સસ્તા રિચાર્જ પ્લાનની માન્યતા વધારી છે. કંપનીએ ₹2,399ના પ્લાન પર 15 દિવસનો વધારાનો લાભ આપવાની જાહેરાત કરી છે. આ સાથે પ્લાનની કુલ માન્યતા 365 દિવસમાંથી વધીને 380 દિવસ થઈ ગઈ છે.
BSNLએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “BSNL ડે પૂરો થયો હોય શકે, પણ ઉજવણી ચાલુ છે. તમારા ₹2,399 રિચાર્જ પર 15 વધારાના દિવસ મેળવો — 365 + 15 = 380 દિવસની કનેક્ટિવિટી.” કંપનીએ વપરાશકર્તાઓને BReX દ્વારા રિચાર્જ કરવાની સલાહ આપી છે.
આ પ્લાન લાંબા ગાળા માટે સસ્તો અને લાભદાયક માનવામાં આવે છે. BSNLના આ પગલાથી લાખો વપરાશકર્તાઓને રાહત થશે.