સત્ય. સાહસ. સંકલ્પ.

BSNLનો ₹1,499 પ્લાન: 300 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ, રોજ માત્ર ₹5નો ખર્ચ

BSNLનો ₹1,499 પ્લાન: 300 દિવસ સુધી રિચાર્જની ઝંઝટ ખતમ, રોજ માત્ર ₹5નો ખર્ચ

જાહેર ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ તેના ગ્રાહકો માટે એક લાંબા ગાળાનો કિફાયતી પ્રીપેડ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાનની કિંમત ₹1,499 છે અને તેની માન્યતા અવધિ 300 દિવસની છે. આમ ગણતરી કરીએ તો ગ્રાહકોને દરરોજ માત્ર ₹5ના ખર્ચે સેવાનો લાભ મળે છે.

આ પ્લાનમાં સમગ્ર દેશમાં ક્યાંય પણ અમર્યાદિત કૉલિંગ અને મફત નેશનલ રોમિંગની સુવિધા મળે છે. ઉપરાંત, દરરોજ 100 મફત SMS અને કુલ 32GB હાઈ-સ્પીડ ડેટા પણ આ પ્લાનમાં આવે છે. ખાનગી ટેલિકોમ કંપનીઓની સમાન ઓફરોની તુલનામાં આ પ્લાન ઘણો સસ્તો પડે છે.

BSNLનો આ પ્લાન મુખ્યત્વે એવા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવાયો છે જેઓ આ નંબરને 'સેકન્ડરી સિમ' તરીકે વાપરે છે. જેઓ ડેટાનો ઓછો ઉપયોગ કરે છે અને મુખ્યત્વે કૉલિંગ માટે જ નંબર રાખે છે, તેમના માટે પણ આ પ્લાન યોગ્ય છે.

આ ઉપરાંત, કંપનીએ તેની ₹51ની ઓફર ફરી શરૂ કરી છે. આ પ્લાન 28 દિવસની માન્યતા અવધિ સાથે આવે છે, જેમાં દરરોજ 2GB હાઈ-સ્પીડ ડેટા, અમર્યાદિત કૉલિંગ અને સમગ્ર ભારતમાં મફત નેશનલ રોમિંગ મળે છે. આ ઓફર 31 ઓક્ટોબર, 2026 સુધી માન્ય છે અને તે મુખ્યત્વે નવું સિમ કાર્ડ લેનારા ગ્રાહકો માટે છે. આ ગ્રાહકોને BSNLનું સિમ કાર્ડ પણ મફતમાં આપવામાં આવે છે.

દરમિયાન, BSNL તેની 5G સેવા શરૂ કરવાની તૈયારીમાં છે. આ માટે કંપની લાખો નવા 4G/5G ટાવર ઊભા કરી રહી છે. ગયા વર્ષે કંપનીએ સમગ્ર ભારતમાં એકસાથે 4G સેવાઓ શરૂ કરી હતી.