સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છના ક્રીક વિસ્તારમાં BSFએ પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપ્યો

કચ્છના ક્રીક વિસ્તારમાં BSFએ પાકિસ્તાની બોટ અને ઘુસણખોર ઝડપ્યો

ગુજરાતના કચ્છ જિલ્લાના ક્રીક વિસ્તારમાં સરહદ સુરક્ષા દળ (BSF)એ પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ અને તેની સાથે એક ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. આ ઘટના સરહદી સુરક્ષા પર ફરી એક વાર ધ્યાન કેન્દ્રિત કરે છે.

પ્રાથમિક તપાસમાં ઝડપાયેલી બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો છે. BSFએ તાત્કાલિક ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશનને વધુ તેજ બનાવ્યું છે. ઝડપાયેલા ઘુસણખોરની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેનાથી વધુ ખુલાસા થવાની શક્યતાઓ છે. જો પૂછપરછમાં કોઈ શંકાસ્પદ વિગતો સામે આવશે, તો વધુ તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે કચ્છનો ક્રીક વિસ્તાર પાકિસ્તાન સાથે દરિયાઈ સરહદ ધરાવતો સંવેદનશીલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી અવારનવાર પાકિસ્તાની બોટ ઝડપાવાના બનાવો સામે આવતા રહે છે, જે સુરક્ષા દળો માટે સતત પડકારરૂપ રહ્યા છે. BSF આવા બનાવોને રોકવા માટે સતર્ક રહીને કડક પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

આ પહેલી વખત નથી કે દરિયાકાંઠેથી પાકિસ્તાની બોટ મળી આવી છે. આ પહેલા પણ અનેક વખત એવી ઘટના બની છે જ્યારે પાકિસ્તાની બોટ ઝડપાઈ હોય. મે મહિનામાં કચ્છમાં બિનવારસુ પાકિસ્તાની બોટ મળી આવતા ચર્ચાઓ શરુ થઈ હતી. ત્યારબાદ જુલાઈ મહિનામાં પણ આવી ઘટના સામે આવી હતી. જ્યારે પણ પાકિસ્તાની બોટ મળે છે ત્યારે આ મામલે દરિયાઈ સુરક્ષા વધુ કડક બનાવી દેવામાં આવે છે. કચ્છમાં સુરક્ષા એજન્સીના જવાનો રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરતા હોય છે.