સત્ય. સાહસ. સંકલ્પ.

કચ્છના સરક્રીક વિસ્તારમાં ચાર પાકિસ્તાની માછીમારો ઝડપાયા, બોટ જપ્ત

કચ્છના સરક્રીક વિસ્તારમાં ચાર પાકિસ્તાની માછીમારો ઝડપાયા, બોટ જપ્ત

કચ્છના સંવેદનશીલ સરક્રીક વિસ્તારમાં ભારતીય જળસીમામાં પ્રવેશ કરેલા ચાર પાકિસ્તાની માછીમારોને સરહદ સુરક્ષા દળ (BSF)એ ઝડપી પાડ્યા છે. આ માછીમારો કરચલા પકડવાની પ્રવૃત્તિ દરમિયાન ઘૂસણખોરી કરતા હતા. સુરક્ષા દળોએ તેમની પાકિસ્તાની ફાઇબર બોટ પણ જપ્ત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે BSFએ કાર્યવાહી કરી હતી. ઝડપાયેલા ચારેય માછીમારો પાકિસ્તાનના સિંધ પ્રાંતના રહેવાસી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સરક્રીક વિસ્તાર ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત સંવેદનશીલ દરિયાઈ સરહદ હોવાથી આવી ઘટનાઓ સુરક્ષા એજન્સીઓ માટે સતર્કતાનો વિષય બને છે.

માછીમારો ભારતીય જળસીમામાં કેવી રીતે પ્રવેશ્યા અને તેમની બોટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી છે કે કેમ, તે અંગે પૂછપરછ અને બોટની ઝીણવટભરી તપાસ ચાલુ છે. સરહદી સુરક્ષા વ્યવસ્થાની વિશેષ દેખરેખ હેઠળ આ સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ ચાલી રહી છે.