સત્ય. સાહસ. સંકલ્પ.

BRICS સમિટ: મોદી-જિનપિંગ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક, જાણો આખો કાર્યક્રમ

BRICS સમિટ: મોદી-જિનપિંગ વચ્ચે આજે દ્વિપક્ષીય બેઠક, જાણો આખો કાર્યક્રમ

ભારતમાં આજે BRICS દેશોનું 18મું શિખર સંમેલન યોજાઈ રહ્યું છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન અને ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન પહેલેથી ભારતમાં આવી ચૂક્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પણ આજે ભારત આવી પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિવિધ દેશોના નેતાઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠકો કરશે અને કેટલાક કરારો પર હસ્તાક્ષર થવાની ધારણા છે.

આજનો કાર્યક્રમ આ પ્રમાણે છે:

સવારે 10:00 વાગ્યે: વડાપ્રધાન મોદી હૈદરાબાદ હાઉસમાં ઇથિયોપિયાના વડાપ્રધાન અબિય અહમદ અલી સાથે મુલાકાત કરશે.

સવારે 10:30 વાગ્યે: મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ સાથે બેઠક યોજાશે.

સવારે 11:00 વાગ્યે: અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલીદ બિન મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત થશે.

સવારે 11:30 વાગ્યે: વિયેતનામના નેતા લે મિન્હ હંગ સાથે બેઠક યોજાશે. આ જ સમયે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની ઈરાનના પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન સાથે બેઠક યોજાશે.

બપોરે 2:00 વાગ્યે: BRICS સભ્ય દેશોના નેતાઓનું ભારત મંડપમના લેવલ 2 પર આગમન થશે. બપોરે 2:35 વાગ્યે સમિટ હોલમાં “Inclusive Global Governance and Strengthening Multilateralism” વિષય પર ક્લોઝ સેશન યોજાશે.

સાંજે 4:25 વાગ્યે: નેતાઓ ભારત મંડપમના હોલ 14માં 'Bharat Innovates Exhibition'નું અવલોકન કરશે. સાંજે 5:05 વાગ્યે ભારત મંડપમની બહારના લોનમાં ફેમિલી ફોટો થશે અને 5:10 વાગ્યે સંયુક્ત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.

સાંજે 5:45 વાગ્યે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની દ્વિપક્ષીય બેઠક ભારત મંડપમમાં થશે.

રાત્રે 7:30 વાગ્યે: વડાપ્રધાનની યજમાનીમાં ભારત મંડપમના લેવલ 3 પર ગાલા ડિનરનું આયોજન કરવામાં આવશે.