સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, બ્રેન્ટ 108 ડોલરને પાર

અમેરિકા-ઇરાન તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો, બ્રેન્ટ 108 ડોલરને પાર

અમેરિકા અને ઇરાન વચ્ચે વધી રહેલા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજાર પર જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલ 108 ડોલરને પાર પહોંચી ગયો છે. ગત 25 મે બાદ પ્રથમ વખત બ્રેન્ટ ક્રૂડ આટલી ઊંચી સપાટીએ પહોંચ્યું છે.

બીજી તરફ, WTI ક્રૂડ ઓઇલનો ભાવ પણ વધીને પ્રતિ બેરલ 102.97 ડોલર થયો છે. અમેરિકા-ઇરાન વચ્ચેના તણાવને કારણે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના પુરવઠાને લઈને ચિંતા વધી છે, જેના કારણે ભાવમાં વધુ ઉછાળો જોવા મળી રહ્યો છે.

ક્રૂડ ઓઇલ મોંઘું થતાં પેટ્રોલ-ડીઝલથી લઈને પરિવહન અને ઉત્પાદન ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. આની સીધી અસર વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થા અને મોંઘવારી પર પડી શકે છે.