સત્ય. સાહસ. સંકલ્પ.

પીરિયડ્સ પહેલાં બ્રેન ફોગ કેમ થાય છે? મહિલાઓ માટે જાણવા જેવી 5 વાતો

પીરિયડ્સ પહેલાં બ્રેન ફોગ કેમ થાય છે? મહિલાઓ માટે જાણવા જેવી 5 વાતો

પીરિયડ્સ શરૂ થવાના 7-10 દિવસ પહેલાં ઘણી મહિલાઓને કમર અને પેલ્વિક એરિયામાં દુખાવો, માનસિક તણાવ અને થાકનો અનુભવ થાય છે. આ સાથે કેટલીક મહિલાઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ, યાદશક્તિ નબળી પડવી અને માનસિક થાક જેવી સ્થિતિ થાય છે, જેને સામાન્ય રીતે 'બ્રેન ફોગ' કહેવામાં આવે છે. આ કોઈ બીમારી નથી, પણ એક માનસિક સ્થિતિ છે.

બ્રેન ફોગ થવા પાછળ મુખ્યત્વે હોર્મોનલ ફેરફારો જવાબદાર હોય છે. પીરિયડ્સ પહેલાં શરીરમાં એસ્ટ્રોજનનું સ્તર નીચું જાય છે. એસ્ટ્રોજન ડોપામાઈનને સપોર્ટ કરે છે, જે મોટિવેશન અને ફોકસ માટે જવાબદાર હોર્મોન છે. એસ્ટ્રોજન ઘટવાથી ડોપામાઈનમાં પણ ઉણપ આવે છે, જેનાથી ફોકસ કરવું મુશ્કેલ બને છે.

આ ઉપરાંત, પીરિયડ્સ દરમિયાન ઊંઘ પૂરતી ન થવી, થાક અને નબળાઈ પણ બ્રેન ફોગનું કારણ બની શકે છે. જે મહિલાઓને પ્રીમેન્સ્ટ્રુઅલ ડિસઓર્ડર (PMS) કે પેરિમેનોપોઝની તકલીફ હોય છે, તેમનામાં હોર્મોનનું સ્તર ઘટવાથી આ લક્ષણો વધુ જોવા મળે છે.

બ્રેન ફોગથી બચવા માટે મહિલાઓએ પૌષ્ટિક આહાર લેવો જોઈએ, જેમાં મેગ્નેશિયમ અને પ્રોટીન સામેલ હોય. ચા અને કોફીનું સેવન ઓછું કરવું. દરરોજ 20-30 મિનિટ વર્કઆઉટ કરવો, પૂરતી ઊંઘ લેવી અને તણાવ ઘટાડવાનો પ્રયત્ન કરવો.

નોંધ: આ માહિતી ફક્ત જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કે ઉપાય અપનાવતાં પહેલાં નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.