સત્ય. સાહસ. સંકલ્પ.

બોટાદ: ધારાસભ્ય ઉમેશ મકવાણાના આરોપ, ભાજપ નેતા અને પોલીસ પર કરોડોના તોડનો આક્ષેપ

બોટાદ: ધારાસભ્ય ઉમેશ મકવાણાના આરોપ, ભાજપ નેતા અને પોલીસ પર કરોડોના તોડનો આક્ષેપ

બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગંભીર આરોપ મૂક્યા છે. તેમણે કહ્યું છે કે ઓનલાઈન ગેમિંગના મામલામાં ફસાયેલા બે યુવાનો પાસેથી સ્થાનિક પોલીસ અને જિલ્લા ભાજપના એક મોટા હોદ્દેદારે કથિત રીતે એક કરોડ રૂપિયાનો તોડ કર્યો છે. આ આરોપો બાદ સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે.

મકવાણાના દાવા મુજબ, યુવાનોને ડરાવીને નહીં, પણ નિર્દયતાથી માર મારવામાં આવ્યો. આ તોડકાંડમાં ભાજપના વરિષ્ઠ નેતાએ આંગડિયા પેઢી દ્વારા 60 લાખ રૂપિયા લીધા હોવાનું અને બાકીના 40 લાખ રૂપિયા પોલીસે લીધા હોવાનું તેમણે જણાવ્યું છે.

ધારાસભ્યે કહ્યું છે કે આ કૌભાંડના પુરાવા તેમની પાસે સુરક્ષિત છે અને ટૂંક સમયમાં તેઓ મોટો પર્દાફાશ કરશે. તેમણે જવાબદાર નેતા અને પોલીસકર્મીઓને જનતા સમક્ષ ખુલ્લા પાડવાની વાત કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કથિત નેતા જિલ્લા ભાજપના સૌથી વરિષ્ઠ હોદ્દેદાર છે અને આગામી વિધાનસભા ચૂંટણીમાં બોટાદ બેઠક પરથી ટિકિટ મેળવવાની અપેક્ષા રાખે છે.