બોટાદ જિલ્લાના કારિયાણી ગામમાં નવા વર્ષના પ્રારંભે 250 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ માલધારીઓએ ગામના મુખ્ય માર્ગો પર ગૌધન દોડાવ્યું હતું. બાદમાં ક્ષત્રિય સમાજે અશ્વ હરીફાઈનું આયોજન કર્યું હતું.
ગ્રામજનોમાં વર્ષોથી આ માન્યતા પ્રચલિત છે કે ગાયોના ધણની દોડથી ગામની નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને વાતાવરણ પવિત્ર બને છે. ગૌધન દોડ પૂર્ણ થયા બાદ ક્ષત્રિય સમાજે અશ્વ હરીફાઈ યોજી હતી.
આ ઉજવણી જોવા માટે બોટાદ અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, જેના કારણે ગામમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. આધુનિક યુગમાં પણ ગ્રામજનોએ પોતાની જૂની સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખી છે.