તમારા રોજિંદા આહારમાં એક વાટકી બાફેલા કાળા ચણા ઉમેરવાથી શરીરને પ્રોટીન અને ફાઇબર મળે છે. ભારતીય ઘરોમાં કાળા ચણાને પલાળીને, બાફીને, ચાટ કે શાક સ્વરૂપે ખાવાની પરંપરા લાંબા સમયથી છે. કાળા ચણામાં વનસ્પતિ આધારિત પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે.
આહાર નિષ્ણાતોના અભિપ્રાય મુજબ, રોજ એક વાટકી બાફેલા કાળા ચણા ખાવાથી શરીરમાં થતા મુખ્ય ફાયદા આ પ્રમાણે છે:
૧. પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે: કાળા ચણામાં રહેલું ફાઇબર અને પ્રોટીન પેટ લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરે છે. જેથી વારંવાર ભૂખ લાગતી નથી અને વજન નિયંત્રણમાં રહે છે.
૨. આયર્ન અને પોષક તત્વોનો સ્ત્રોત: કાળા ચણામાં આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરમાં લોહીની ઉણપ દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે લીંબુનો રસ કે વિટામિન C ધરાવતી વસ્તુઓ લેવાથી આયર્નનું શોષણ વધુ સારી રીતે થાય છે.
૩. પાચન માટે ઉત્તમ: પાચન સંબંધી તકલીફો હોય તો કાળા ચણાનું સેવન લાભદાયી છે. તેમાં રહેલું ફાઇબર પાચનતંત્રને સુધારે છે અને કબજિયાત જેવી સમસ્યામાંથી રાહત આપવામાં મદદ કરે છે.
૪. બ્લડ સુગર નિયંત્રણ: ડાયાબિટીસ ધરાવતા દર્દીઓ માટે પણ કાળા ચણા ઉપયોગી ગણાય છે. તેમાં પ્રોટીન અને ફાઇબર હોવાને કારણે શરીરમાં ગ્લુકોઝનું સ્તર અચાનક વધતું નથી અને બ્લડ સુગર સંતુલિત રહેવામાં મદદ મળે છે.
૫. સ્નાયુઓને મજબૂતી: સ્નાયુઓ મજબૂત બનાવવા માટે પ્રોટીન જરૂરી છે. કાળા ચણામાંથી મળતું ઉચ્ચ ગુણવત્તાવાળું વનસ્પતિ પ્રોટીન સ્નાયુઓને રિપેર કરવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
નોંધ: આ માહિતી સામાન્ય સ્વાસ્થ્ય જાણકારી પર આધારિત છે. કોઈ પણ આહારમાં ફેરફાર કરતા પહેલા તમારા આહાર નિષ્ણાત કે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.