પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં 3 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાની સેના પર બે હુમલા થયા છે. આ હુમલાઓની જવાબદારી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ સ્વીકારી છે.
BLAના દાવા મુજબ, પહેલો હુમલો ઝિયારત ક્રોસ નજીક સેનાના કાફલા પર કરવામાં આવ્યો હતો, જેમાં 18 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. બીજો હુમલો સુરાબના હાજીકા વિસ્તારમાં રિમોટ કંટ્રોલ વિસ્ફોટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 7 સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાનો દાવો છે. આમ, કુલ 25 પાકિસ્તાની સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હોવાનો BLAનો દાવો છે.
જોકે, પાકિસ્તાની સેના અથવા અન્ય કોઈ સ્વતંત્ર સ્ત્રોત દ્વારા આ દાવાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. BLA દ્વારા આ પહેલા પણ પાકિસ્તાની સેના સામે અનેક હુમલાઓની જવાબદારી લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે બલૂચિસ્તાનમાં અલગતાવાદી સંગઠન BLA લાંબા સમયથી સશસ્ત્ર સંઘર્ષ ચલાવી રહ્યું છે. ઓગસ્ટ 2026માં BLAએ નવથી પંદર ઓગસ્ટ દરમિયાન 22 હુમલા કરીને 26 સૈનિકોને માર્યાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત મસ્તુંગ નજીક IED હુમલામાં 13 સૈનિકો અને જુલાઈ 2026માં ગ્વાદર કોસ્ટ ગાર્ડ કેમ્પ પર આત્મઘાતી હુમલામાં 30થી વધુ જવાનો માર્યા ગયાનો દાવો પણ BLAએ કર્યો હતો.