સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ: ભાજપ મહિલા મોરચકાનું કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદ: ભાજપ મહિલા મોરચકાનું કોંગ્રેસ કાર્યાલય પર વિરોધ પ્રદર્શન, પોલીસ સાથે ઘર્ષણ

અમદાવાદના પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન બહાર આજે ભાજપ મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેએનયુના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને આ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને પોલીસે મોટા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. એક ડીસીપી, બે એસીપી, છ પીઆઈ સહિત 600થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

ભાજપ મહિલા મોરચાની કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજીવ ગાંધી ભવન તરફ આગળ વધવા લાગતાં પોલીસે તેમને રોક્યા હતા. આ દરમિયાન પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં મહિલાઓએ રસ્તામાં ધરણા પર બેસીને વિરોધ પૂર્ણ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વિરોધને પગલે પહેલેથી જ પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.