સત્ય. સાહસ. સંકલ્પ.

ખડગેના નિવેદન સામે ગાંધીનગરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી

ખડગેના નિવેદન સામે ગાંધીનગરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન, કોંગ્રેસ કાર્યાલય સુધી રેલી

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલી ટિપ્પણી સામે ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ગાંધીનગર સહિત દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ નિવેદનથી રાજકીય માહોલમાં તણાવ વધ્યો છે.

ગાંધીનગરમાં ભાજપે ઘ-5 સર્કલથી પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય સુધી 500 મીટર લાંબી વિરોધ રેલી કાઢી હતી. રેલીમાં ખડગે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા. કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા.

બીજી તરફ, વિપક્ષ દિલ્હીમાં ચૂંટણી પંચ સામે શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે. વેપારીઓની અપીલ બાદ પ્રસ્તાવિત રેલીના સમયપત્રક અંગે પણ નવી ચર્ચા શરૂ થઈ છે.