સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદ-રાજકોટમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા: હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સાધ્યો પ્રહાર

અમદાવાદ-રાજકોટમાં ભાજપની 'લોકતંત્ર બચાવો' પદયાત્રા: હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર સાધ્યો પ્રહાર

અમદાવાદ: કોંગ્રેસ અને વિપક્ષ દ્વારા SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે ફેલાવવામાં આવતી ભ્રામક માહિતી સામે તથ્યો ઉજાગર કરવા અને લોકતાંત્રિક સંસ્થાઓ પ્રત્યે જનવિશ્વાસ મજબૂત કરવા ભાજપે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન’ શરૂ કર્યું છે. આ અભિયાન અંતર્ગત શુક્રવારે અમદાવાદ અને રાજકોટમાં પદયાત્રા યોજાઈ હતી.

રાજકોટમાં બહુમાળી ભવન પાસેની સરદાર પટેલની પ્રતિમાથી શરૂ થઈ પદયાત્રા ત્રિકોણબાગ સુધી જશે. ભાજપ પ્રદેશ પ્રભારી તરુણ ચુગ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના સહ પ્રભારી અજય મહાવર તથા પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે સહિતના કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા છે.

અમદાવાદમાં નવા વાડજ વ્યાસવાડી ચાર રસ્તાથી ભગવાન પરશુરામની પ્રતિમા પાસેથી સુભાષબ્રિજ સુધીની 1થી 1.5 કિલોમીટર લાંબી પદયાત્રા થોડીવારમાં શરૂ થશે. કેન્દ્રીય મંત્રી જે. પી. નડ્ડા, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી કાર્યક્રમ સ્થળે પહોંચી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના આગેવાનો થોડીવારમાં પહોંચશે.

સૌરાષ્ટ્રભરના નેતાઓની હાજરીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસને આડે હાથ લીધી. ગાંધીનગરથી પણ નેતાઓ-કાર્યકર્તાઓ ઉમટી પડ્યાં હતા. મોટી સંખ્યામાં લોકો યાત્રામાં જોડાયા હતા.