સત્ય. સાહસ. સંકલ્પ.

અબજોની સંપત્તિ છોડીને ભિખારી બન્યા ભાજપ ધારાસભ્ય, એક દિવસમાં કમાયા 84 રૂપિયા

અબજોની સંપત્તિ છોડીને ભિખારી બન્યા ભાજપ ધારાસભ્ય, એક દિવસમાં કમાયા 84 રૂપિયા

મુંબઈના ઘાટકોપર ઈસ્ટ વિધાનસભા ક્ષેત્રના ભાજપ ધારાસભ્ય પરાગ શાહે એક દિવસ માટે ભિખારીનો વેશ ધારણ કર્યો હતો. લગભગ 5,000 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવતા પરાગ શાહે આ નિર્ણય તેમના ગુરુના કહેવાથી લીધો હતો, જેથી તેઓ રસ્તા પર રહેતા લોકોની મુશ્કેલીઓ નજીકથી સમજી શકે.

એક દિવસ દરમિયાન તેમણે ભીખ માંગીને કુલ 84 રૂપિયા કમાયા. આ ઉપરાંત એક રાહદારીએ તેમને 20 રૂપિયા આપ્યા હતા. તેમનો આ લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લોકોએ જાતજાતની પ્રતિક્રિયાઓ આપી છે.

ઘટના સમયે પરાગ શાહને કોઈ ઓળખી શક્યું ન હતું. તેમણે પોતાનો દેખાવ પૂરો બદલી નાખ્યો હતો અને ઘાટકોપરની શેરીઓમાં ભિખારી તરીકે ફર્યા હતા. આ નિર્ણય પાછળનું કારણ તેમના ગુરુની સલાહ હતી, જેમણે તેમને એક દિવસ રસ્તા પર ભિખારી બનીને રહેવા અને સામાન્ય લોકોની તકલીફો સમજવા કહ્યું હતું.