સત્ય. સાહસ. સંકલ્પ.

ઉત્તર પ્રદેશ: દિવાળીની રાતે ભાજપ ધારાસભ્યના ભાઈની ગોળી મારી હત્યા, કોંગ્રેસ નેતા ફરાર

ઉત્તર પ્રદેશ: દિવાળીની રાતે ભાજપ ધારાસભ્યના ભાઈની ગોળી મારી હત્યા, કોંગ્રેસ નેતા ફરાર

ઉત્તર પ્રદેશમાં દિવાળીની રાત્રે ગોળીબારની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ભાજપના ધારાસભ્ય અર્ચના પાંડેના ભાઈ અને વકીલ અનુજ કુમાર ચતુર્વેદીની ચૂંટણી અદાવતમાં ગોળી મારી હત્યા કરાઈ હતી. મુખ્ય આરોપી કોંગ્રેસ જિલ્લા મહાસચિવ અમૂલ દીક્ષિત ફરાર છે, જેને પકડવા 5 પોલીસ ટીમો કામે લાગી છે. છિબરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી.

આ ઘટનાને કારણે રાજકારણ પણ ગરમાયું છે અને દિવાળીની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ છે. મુખ્ય આરોપી કોંગ્રેસ જિલ્લા મહાસચિવ અમૂલ દીક્ષિત હોવાનો દાવો કરાયો છે, જે ઘટના બાદથી ફરાર છે. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે પાંચ ટીમોને તહેનાત કરી છે.

ઉલ્લેખનીય છે કે દિવાળીની રાતે જ આ ખૂની ખેલ ખેલાયો હતો અને છિબરામઉ પોલીસ સ્ટેશનની હદમાં એડવોકેટ અનુજ કુમારને ગોળી મારી દેવામાં આવી હતી. આ સનસનાટી મચાવતી ઘટનાને અંજામ આપવાનો આરોપ અમૂલ દીક્ષિત પર લાગ્યો છે. તેણે ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનો દાવો કરાયો છે.