સત્ય. સાહસ. સંકલ્પ.

ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને સોશિયલ મીડિયા પર જાનથી મારવાની ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ

પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી. પટેલને સોશિયલ મીડિયા પર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. 'જય પટેલ' નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેમને ગંભીર નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હતી.

કે.સી. પટેલના પુત્ર નૈતિક પટેલે વૃંદાવન પ્રવાસની પોસ્ટ કરી હતી. તે પોસ્ટ પર આરોપીએ કે.સી. પટેલની ડેડબોડી પાર્સલ કરીને ઘરે મોકલવાની ધમકી આપી હતી.

ધમકી મળ્યા બાદ કે.સી. પટેલના પીએ પ્રવીણ ઉર્ફે સચિન પ્રજાપતિએ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ફેસબુક પર ધમકી આપનાર કથિત જય પટેલ નામના આરોપીને પકડવા તપાસ શરૂ કરી છે.

ABP અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કે.સી. પટેલે જણાવ્યું કે જય પટેલ નામના એકાઉન્ટથી છેલ્લા એક મહિનાથી ધમકીઓ મળી રહી હતી. તેમણે કહ્યું કે તેઓ જય પટેલ નામના આ વ્યક્તિને ઓળખતા નથી.