સત્ય. સાહસ. સંકલ્પ.

ગાંધીનગર: ભાજપના પૂર્વ નેતા પર ગરબા ખેલૈયા પર જીવલેણ હુમલાનો આરોપ, ચાર દિવસથી ફરાર

ગાંધીનગર: ભાજપના પૂર્વ નેતા પર ગરબા ખેલૈયા પર જીવલેણ હુમલાનો આરોપ, ચાર દિવસથી ફરાર

ગાંધીનગર: નવરાત્રિના તહેવાર દરમિયાન કલોલના સનાવડ ગામે આવેલા 'ફોક રાસ' ગરબા ગ્રાઉન્ડ બહાર 24 વર્ષીય ખેલૈયા પર થયેલા જીવલેણ હુમલાનો મામલો ચર્ચામાં છે. આરોપી ભાવિક ગજ્જર, જે ભાજપના પૂર્વ નેતા અને બોપલ સ્થિત 'રિચી રીચ' પાન પાર્લરના માલિક છે, તે ઘટનાના ચાર દિવસ બાદ પણ પોલીસની પકડથી દૂર છે. આરોપી સામે હત્યાના પ્રયાસ (IPC 307) સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરિયાદી તનિષ્કે રસ્તો ઓળંગવા માટે કાર રોકવાનો ઈશારો કર્યો હતો, જેનાથી ઉશ્કેરાયેલા ભાવિક ગજ્જરે તેના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં તનિષ્કને ગંભીર ઈજાઓ થઈ છે. આરોપી ઘટના બાદ તેની કાળી મર્સિડીઝ કારમાં ફરાર થઈ ગયો હતો અને ત્યારબાદ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેણે 'સ્વબચાવ' કર્યો હતો.

આ ઘટના બાદ પોલીસની કાર્યવાહી પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. શું રાજકીય દબાણને કારણે આરોપીને બચાવવામાં આવી રહ્યો છે? લોકો કાયદા સમક્ષ સમાનતાની માંગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભાવિક ગજ્જર પહેલાં પણ વિવાદોમાં રહી ચૂક્યો છે. તેના પાન પાર્લરને હાઇબ્રિડ ગાંજાના વેચાણ સાથે જોડાયેલા કેસમાં ચર્ચામાં આવ્યું હતું.