સત્ય. સાહસ. સંકલ્પ.
⚡ આ સ્ટોરીનું નવું અપડેટ ઉપલબ્ધ છે: ભાજપે રાજ્યોના પ્રભારી-સહ પ્રભારીઓ જાહેર કર્યા, ગુજરાતના 2 નેતાઓને જવા

ભાજપે પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા: ગુજરાતના આ નેતાઓને મળી મોટી જવાબદારી

ભાજપે પ્રભારી-સહ પ્રભારી જાહેર કર્યા: ગુજરાતના આ નેતાઓને મળી મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સંગઠનાત્મક જવાબદારીઓમાં ફેરફાર કરતાં વિવિધ પ્રદેશો માટે પ્રભારી અને સહપ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નબીને આ નિમણૂકો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

આ નિમણૂકોમાં ગુજરાતના ચાર નેતાઓને અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. વર્ષાબેન દોશીને દીવ, દાદરા અને નગર હવેલીના ભાજપ પ્રભારી બનાવવામાં આવ્યા છે. દર્શનાબેન જરદોશને દિલ્હી ભાજપના સહપ્રભારીની જવાબદારી સોંપાઈ છે. રોહન ગુપ્તાને બિહારના સહપ્રભારી અને જગદીશ પટેલને ઉત્તર પ્રદેશના સહપ્રભારી બનાવવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપ માટે અજય મહાવર અને ગોમતી સાંઈને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સંગઠનાત્મક કામગીરી માટે પ્રદેશ પ્રભારી તરીકે તરુણ ચુઘની નિમણૂક ઓગસ્ટ 2026માં થઈ ચૂકી છે.

દેશના ઘણા રાજ્યોમાં થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં વિનોદ તાવડેને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જગદીશ પટેલ, મેધા કુલકર્ણી, ડૉ. પ્રદીપ વર્મા અને અનંત ઓઝાને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રમાં બૈજયંત જય પાંડાને પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમિત માલવિયા, સદાનંદ શેઠ તનાવડે અને કમલજીત સેહરાવતને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સ્મૃતિ ઈરાનીને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સિદ્ધાર્થ શંભુ સહપ્રભારી રહેશે. હરીશ દ્વિવેદીને બિહારના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે સંગીતા યાદવ અને રોહન ગુપ્તાને સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

ડૉ. વિનય સહસ્ત્રબુદ્ધે દિલ્હીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે જામયાંગ ત્સેરિંગ નામગ્યાલ અને દર્શનાબેન જરદોશ સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતી પ્રવીણ પવારને ગોવાના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે અનિલ એન્ટની સહપ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.