બિહારના હાજીપુરમાં રાઘોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર શ્યામચંદ ગામ નજીક ગંગા નદીમાં હોડી પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક માહિતી મુજબ, હોડી પર 15 થી 20 લોકો સવાર હતા અને તેઓ બાજુના ગામમાં જમણવારમાં જઈ રહ્યા હતા. હોડી અચાનક પલટી જતાં સવાર તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના ડૂબી જવાથી મોત થયાની માહિતી મળી છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને પ્રશાસનને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ અને પ્રશાસન દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. અકસ્માતમાં કેટલા લોકો પ્રભાવિત થયા છે અને કેટલા લોકોને સુરક્ષિત બહાર કાઢી શકાયા છે તે અંગેની સંપૂર્ણ વિગતોની રાહ જોવાઈ રહી છે.
હાલ હોડી પલટવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.