સત્ય. સાહસ. સંકલ્પ.

બિગ બોસ 20: સલમાન ખાનની તબિયતને લઈને ચાહકો ચિંતિત, ભાઈજાને આપી સ્પષ્ટતા

બિગ બોસ 20: સલમાન ખાનની તબિયતને લઈને ચાહકો ચિંતિત, ભાઈજાને આપી સ્પષ્ટતા

બિગ બોસ 20ના નવા પ્રોમોએ ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. પ્રોમોમાં સલમાન ખાન અચાનક બીમાર પડતા અને દર્દમાં દેખાતા હતા. આ જોઈને શોના સ્પર્ધકો પણ ચિંતિત થઈ ગયા હતા અને પ્રોમો જોયા બાદ ચાહકો પણ ભાઈજાનના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા.

જોકે, સલમાન ખાને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરી છે કે તેમની તબિયત સારી છે. તેમણે જણાવ્યું કે પ્રોમોમાં દેખાડવામાં આવેલું દર્દ ખરું ન હતું, તે શોના એક સ્પર્ધકનો ખરો ચેહરો ઉજાગર કરવા માટે કરવામાં આવેલી એક્ટિંગ હતી. તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય ઘરની અંદર સ્પર્ધકના ગેમ પ્લાનને સમજવાનો હતો.

સલમાન ખાને ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરીને લખ્યું, "ભગવાનની કૃપાથી મારું સ્વાસ્થ્ય સારું છે, મને કંઈ થયું નથી. બિગ બોસનો પ્રોમો આ રીતે કટ કરવાની જરૂર ન હતી. તેમણે મારા ઉદ્દેશ્યને પૂરો કર્યો નથી. હું જે કરી રહ્યો હતો તે ખોટું દર્દ દેખાડવા માટે હતું, જેથી ઘરની અંદર 15 લોકોને ખબર ન પડે કે આ એક્ટિંગ છે. પ્રોમો જે રીતે કટ કરવામાં આવ્યો તેના માટે હું માફી માંગુ છું. કદાચ શોને પ્રોમોટ કરવાનો આ ફોર્મેટ હશે. બિગ બોસે તેને સુધારી લીધું છે. થેન્ક યુ બિગ બોસ."

આ પહેલા પણ સલમાન ખાન બોડી શેમિંગ અંગે ખુલીને વાત કરી ચૂક્યા છે. એક અન્ય પ્રોમોમાં તેઓ શર્ટલેસ દેખાયા હતા અને તેમણે કહ્યું હતું કે જે લોકો વ્યક્તિના વજન, વાળ અને શરીરને લઈને ટ્રોલ કરે છે, તેમને જવાબ આપવો જોઈએ. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન હાલ તેમનો 60મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.