સત્ય. સાહસ. સંકલ્પ.

બિગ બોસ 20: માહી વિજથી આમ્રપાલી દુબે સુધી, 16 સ્પર્ધકોની યાદી જાહેર

બિગ બોસ 20: માહી વિજથી આમ્રપાલી દુબે સુધી, 16 સ્પર્ધકોની યાદી જાહેર

મુંબઈ: સલમાન ખાનના લોકપ્રિય રિયાલિટી શો 'બિગ બોસ'ની 20મી સીઝનની શરૂઆત થઈ ગઈ છે. 6 સપ્ટેમ્બર, 2026ના રોજ ગ્રાન્ડ પ્રીમિયરમાં 16 સ્પર્ધકોએ ઘરમાં પ્રવેશ કર્યો. આ યાદીમાં ટીવી અભિનેત્રી માહી વિજથી લઈને ભોજપુરી અભિનેત્રી આમ્રપાલી દુબે સુધીનો સમાવેશ થાય છે.

પ્રીમિયર એપિસોડમાં સૌપ્રથમ પ્રવેશ કનિકા માનનો રહ્યો, જ્યારે છેલ્લા ક્રમે માહી વિજે એન્ટ્રી કરી. સલમાન ખાને દરેક સ્પર્ધક સાથે મનોરંજક વાતો કરી. પહેલા જ દિવસે સ્પર્ધકો વચ્ચે ઉગ્ર ચર્ચા પણ જોવા મળી.

આ વખતે શોમાં અનેક ટ્વિસ્ટ જોવા મળશે. બિગ બોસે પહેલા જ એપિસોડમાં સ્પર્ધકોને 'વરદાન' આપ્યું છે. ઘરના દરેક સભ્ય પાસે બે લાઈફ હશે, એટલે કે જ્યાં સુધી બંને લાઈફ પૂરી ન થાય ત્યાં સુધી કોઈ સ્પર્ધક બહાર નહીં જાય. આ સાથે, બિગ બોસે સંકેત આપ્યો છે કે ઘરના સભ્યો નોમિનેશન દ્વારા કોઈ પણ સ્પર્ધકની એક લાઈફ ખતમ કરી શકે છે.

આ સીઝનની થીમ 'તથાસ્તુ' (Tathas-two) રાખવામાં આવી છે. આ થીમ હેઠળ રમતમાં વધુ ટ્વિસ્ટ હશે. પ્રીમિયરના અંતે જોવા મળ્યું કે માહી વિજ બીજા સ્પર્ધકો પર પોતાનો દબદબો દર્શાવી રહી છે, જેના કારણે ઘરમાં મોટા ઝઘડાની શક્યતા છે.