સત્ય. સાહસ. સંકલ્પ.

બિગ બોસ 20 નો રેકોર્ડ: 60 દિવસમાં 100 કરોડ વોચ-અવર્સ પાર

બિગ બોસ 20 નો રેકોર્ડ: 60 દિવસમાં 100 કરોડ વોચ-અવર્સ પાર

સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો રિયાલિટી શો 'બિગ બોસ 20' સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે અને દર્શકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. શોના નવા એપિસોડ સાથે સ્પર્ધકોની રમત પણ વધુ રસપ્રદ બની રહી છે. આ દરમિયાન શોએ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેની ઉજવણા સલમાન ખાને સેટ પર કેક કાપીને કરી છે.

'બિગ બોસ 20' એ માત્ર 60 દિવસમાં 100 કરોડ વોચ-અવર્સનો આંકડો પાર કરી દીધો છે. આ ફ્રેન્ચાઈઝીના ઈતિહાસમાં પહેલી વાર કોઈ સીઝને આ સીમાચિહ્નરૂપ આંકડો હાંસલ કર્યો છે. આ સિદ્ધિ ખાસ છે કારણ કે આ ફ્રેન્ચાઈઝીને હવે 20 વર્ષ પૂર્ણ થયા છે.

JioStarના જણાવ્યા અનુસાર, આ સીઝનને 350 કરોડથી વધુ મત મળ્યા છે, જે અગાઉની સીઝનની સરખામણીમાં 71% વધુ છે. મતદાનમાં ભાગ લેનારા ચાહકોની સંખ્યામાં પણ 48%નો વધારો થયો છે. શોએ ભારતની સીમાઓ ઓળંગીને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિયતા મેળવી છે. શરૂઆતથી જ તે UK, કેનેડા અને સિંગાપોરમાં JioHotstar પર ટોચના 5 કાર્યક્રમોમાં સ્થાન પામ્યો છે.

JioHotstar અને Colors TVએ દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે. ચેનલે લખ્યું, “ભારતે જોયો, ભારતે પ્રેમ વરસાવ્યો! તમારા પ્રેમનો આશીર્વાદ હંમેશા અમારી સાથે રહે.”

આ સિદ્ધિની ઉજવણા માટે સલમાન ખાન સેટ પર પહોંચ્યા હતા. તેમણે મલ્ટી-ટિયર કેક કાપીને સૌનો આભાર માન્યો હતો. જોકે, તેમની કેક કાપવાની રીત જોઈને એવું લાગ્યું કે જાણે તેમને આ કરવાની ઈચ્છા નહોતી. તેઓ કાળી ટી-શર્ટ અને બ્લુ જીન્સમાં જોવા મળ્યા હતા.

યુઝર્સે આ વીડિયો પર મજેદાર ટિપ્પણીઓ કરી છે. એક યુઝરે લખ્યું, “કેક સુંદર છે, પણ આટલી અસભ્યતા!” બીજા એકે કહ્યું, “શું આ કેક કટિંગ છે કે કેકની 'હત્યા'?” ત્રીજા એકે લખ્યું, “જાણે તેઓ આપણા પર મોટો ઉપકાર કરી રહ્યા હોય!” અન્ય એકે કટાક્ષ કર્યો, “કેકને જોઈને લાગે છે કે જાણે તે પૂછી રહી હોય, 'મને બનાવી જ શા માટે?'” એકે કહ્યું, “તેમણે કેકની હાલત બગાડી નાખી.” એકે તો એમ પણ કહ્યું, “ભાઈ સ્પષ્ટપણે ખરાબ મૂડમાં છે.”