ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે. ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટી20 મેચમાં તેમણે 1430 દિવસ પછી ટીમ ઈન્ડિયા માટે બોલિંગ કરી હતી.
ભુવનેશ્વરે પોતાની પહેલી ઓવરના પ્રથમ બે બોલ ડોટ ફેંકીને એક વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકવાનો રેકોર્ડ ભુવનેશ્વરના નામે છે. તેમણે અત્યાર સુધીમાં 893 ડોટ બોલ ફેંક્યા છે.
ભુવનેશ્વર ડોટ બોલ ફેંકવામાં માહિર માનવામાં આવે છે. આઈપીએલમાં પણ તે સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર ખેલાડી છે. તેમણે આઈપીએલમાં 1944 ડોટ બોલ નાખ્યા છે.
ભુવનેશ્વર માટે ક્રાઈસ્ટચર્ચની આ ટી20 મેચ ખાસ છે. વર્ષ 2022માં તેમણે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ છેલ્લી મેચ રમી હતી. હવે લગભગ ચાર વર્ષ પછી તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી છે. પ્રથમ ઓવરમાં તેમણે શાનદાર બોલિંગ કરી હતી, પરંતુ બીજી ઓવરમાં તે સારું પ્રદર્શન કરી શક્યા નહોતા. ટિમ સીફર્ટે આ ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકારીને 17 રન કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ ચાર વર્ષ પછી ટી20 શ્રેણી રમવા માટે ન્યુઝીલેન્ડ પહોંચી છે. કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.