સત્ય. સાહસ. સંકલ્પ.

ભુવનેશ્વર કુમારે T20I કારકિર્દીમાં પ્રથમ વખત નો-બોલ ફેંક્યો, 299.3 ઓવરનો રેકોર્ડ તૂટ્યો

ભુવનેશ્વર કુમારે T20I કારકિર્દીમાં પ્રથમ વખત નો-બોલ ફેંક્યો, 299.3 ઓવરનો રેકોર્ડ તૂટ્યો

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ T20I મેચમાં ભારતીય ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે તેની T20 કારકિર્દીમાં પ્રથમ વખત નો-બોલ ફેંક્યો. લગભગ ચાર વર્ષ બાદ T20I ટીમમાં પરત ફરેલા ભુવનેશ્વરે આ મેચમાં પોતાની બીજી ઓવરના પહેલા જ બોલે પગ ક્રીઝની આગળ પડતાં નો-બોલ થયો. આ પહેલાં તેને 299.3 ઓવર સુધી એકપણ નો-બોલ નહોતો ફેંક્યો.

ભુવનેશ્વરે આ મેચમાં ચાર ઓવરમાં 49 રન આપ્યા અને એકપણ વિકેટ મેળવી શક્યો નહીં. તેની બોલિંગ ભારત માટે મોંઘી સાબિત થઈ.

મેચની શરૂઆતમાં ભુવનેશ્વરે પ્રથમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે માત્ર ચાર રન આપ્યા અને બેટ્સમેનોને મોટા શોટ રમવાની તક આપી નહોતી. જોકે, બીજી ઓવરના પહેલા બોલે નો-બોલ થતાં ન્યૂઝીલેન્ડના ટિમ સેફર્ટને ફ્રી હિટ મળી, જેનો તેણે ચોગ્ગો ફટકારીને ફાયદો ઉઠાવ્યો. સેફર્ટની આક્રમક બેટિંગને કારણે ભુવનેશ્વરની બીજી ઓવરમાં કુલ 17 રન આવ્યા.

ભુવનેશ્વરની આ ભૂલ છતાં તેણે એક રેકોર્ડ પોતાના નામે કર્યો. તેણે T20I ક્રિકેટમાં પાવરપ્લેમાં કુલ 680 ડોટ બોલ ફેંકીને ટિમ સાઉથીને પાછળ છોડી દીધો. જોકે, નો-બોલ ન ફેંકવાના મામલે તે આદિલ રશીદના 320.2 ઓવરના રેકોર્ડને તોડી શક્યો નહીં.

નોંધનીય છે કે ભુવનેશ્વરની આ પહેલાની છેલ્લી T20I મેચ પણ ન્યૂઝીલેન્ડ સામે જ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમનું પ્રદર્શન અને ભુવનેશ્વરની વાપસી ચર્ચાનું કેન્દ્ર બની છે.