સત્ય. સાહસ. સંકલ્પ.

ભુજથી બિહારના બરૌની સુધી દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, 2,532 કિમીનું અંતર કાપશે

ભુજથી બિહારના બરૌની સુધી દોડશે નવી અમૃત ભારત એક્સપ્રેસ, 2,532 કિમીનું અંતર કાપશે

ભારતીય રેલવેએ ભુજ (ગુજરાત)થી બિહારના બરૌની વચ્ચે નવી ત્રિ-સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ ચલાવવાની મંજૂરી આપી છે. આ ટ્રેન 2,532 કિમીનું અંતર કાપશે અને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ તથા બિહારને જોડશે.

ટ્રેન નંબર 19427 ભુજથી સોમવાર, બુધવાર અને શનિવારે સાંજે 5.30 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 4.05 કલાકે બરૌની પહોંચશે.

પરત ફરતી ટ્રેન નંબર 19428 બરૌનીથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાતે 11.55 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 1.15 કલાકે ભુજ પહોંચશે.

આ ટ્રેનના મુખ્ય સ્ટોપેજમાં સામખિયાળી, અમદાવાદ, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, ભરતપુર, મથુરા, હાથરસ, બરેલી, ઇઝ્ઝતનગર, પીલીભીત, લખીમપુર, ગોંડા, ગોરખપુર, સિવાન, છપરા, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુરનો સમાવેશ થાય છે.

આ નવી સેવા શરૂ થવાથી કચ્છ સહિતના વિસ્તારોના મુસાફરોને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જવા માટે વધુ એક રેલ કનેક્ટિવિટી મળશે.