ભોપાલ: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસ મુજબ, 35 વર્ષીય નરેન્દ્ર સાહૂએ તેની માતા સરસ્વતી સાહૂ (50), પત્ની સોમલતા સાહૂ (29), દીકરી કૃતિ સાહૂ (10) અને દીકરા ખુશ સાહૂ (6)ની હત્યા કરી હતી. આ ઘટના બાદ તેમનો મૃતદેહ સુખી સેવનિયા વિસ્તારના ચોપરા કલાં નજીક રેલવે ટ્રેક પાસેથી મળી આવ્યો હતો.
પોલીસે જણાવ્યું કે ઘરમાંથી ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે નરેન્દ્ર સાહૂએ પરિવારના સભ્યોની હત્યા કર્યા બાદ ટ્રેન સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. જોકે, પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે અને હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
આ ઘટનાએ વિસ્તારમાં શોકનું મોજું ફેલાવ્યું છે. પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.