ભાવનગરમાં આજે સમી સાંજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યમાં વરસાદી માહોલ છે. આગામી બે દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે 30 ઓક્ટોબરે ભાવનગર ઉપરાંત અમરેલી, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની શક્યતા છે. આવતીકાલે 31 ઓક્ટોબરે પણ ભાવનગર, અમરેલી, નવસારી, વલસાડ અને દમણના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
છેલ્લા પાંચ દિવસના તાપમાનની વાત કરીએ તો, 26 ઓક્ટોબરે મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને લઘુત્તમ 20.2 ડિગ્રી સેલ્સિયસ, ભેજ 32 ટકા અને પવનની ઝડપ 10 કિમી પ્રતિ કલાક હતી. 27 ઓક્ટોબરે મહત્તમ 35.8 ડિગ્રી, લઘુત્તમ 21.8 ડિગ્રી, ભેજ 45 ટકા અને પવન 12 કિમી પ્રતિ કલાક, 28 ઓક્ટોબરે મહત્તમ 33.9 ડિગ્રી, લઘુત્તમ 22.6 ડિગ્રી, ભેજ 40 ટકા અને પવન 16 કિમી પ્રતિ કલાક, 29 ઓક્ટોબરે મહત્તમ 34.2 ડિગ્રી, લઘુત્તમ 21.3 ડિગ્રી, ભેજ 53 ટકા અને પવન 12 કિમી પ્રતિ કલાક તેમજ 30 ઓક્ટોબરે મહત્તમ 33.7 ડિગ્રી, લઘુત્તમ 24.8 ડિગ્રી, ભેજ 59 ટકા અને પવન 10 કિમી પ્રતિ કલાક નોંધાયો હતો.