ભાવનગરના વરતેજમાં 18 ઓગસ્ટે બનેલી લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત થયા હતા. આ મામલે સ્પેશિયલ મોનિટરિંગ સેલ (SMC)એ કોર્ટમાં 1 લાખ પાનાની વિગતવાર ચાર્જશીટ રજૂ કરી છે. ચાર્જશીટમાં મની ટ્રેલ, CCTV ફૂટેજ, કોલ ડિટેલ્સ રેકોર્ડ્સ અને FSLના ટેકનિકલ પુરાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તપાસમાં મિથેનોલ કેમિકલ સપ્લાયની આંતરરાજ્ય ચેઈન ઉજાગર થઈ છે, જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હતી. આ કેસમાં પોલીસ કર્મચારી સહિત 42 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 10 આરોપીઓને ફરાર જાહેર કરી વોન્ટેડ ઘોષિત કરાયા છે. પોલીસે ₹22 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પીડિત પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે અને તપાસ ચાલુ છે.