ભાવનગર જિલ્લાના સીદસર વિસ્તારમાં બે દિવસ પહેલા ભાઈ-બહેનને માર માર્યા બાદ હવે તેમના પિતા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો છે. આ હુમલાનો એક વીડિયો સામે આવ્યો છે.
આ ઘટનામાં રમેશગીરી ગોસ્વામી નામના વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પીડિત પરિવારનો આરોપ છે કે શનિવારે ચોરીનો ખોટો આરોપ લગાવીને બબાલ કરવામાં આવી હતી અને ત્યારબાદ સતત બે દિવસ સુધી હુમલા કરવામાં આવ્યા. પરિવારે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા છે. તેઓએ જણાવ્યું કે હુમલાની ફરિયાદ નોંધાવવા વરતેજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી.