ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. સવારના 6 થી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાકમાં જિલ્લાના 10 તાલુકામાંથી 4 તાલુકામાં વરસાદ નોંધાયો, જ્યારે 6 તાલુકા કોરા રહ્યા.
સૌથી વધુ વરસાદ ગારીયાધારમાં 19 મિમી (પોણો ઈંચ) અને પાલીતાણામાં 13 મિમી (અડધો ઈંચ) નોંધાયો. જેસરમાં 9 મિમી અને સિહોરમાં 3 મિમી વરસાદ વરસ્યો.
વલ્લભીપુર, ઉમરાળા, ભાવનગર શહેર, ઘોઘા, તળાજા અને મહુવા તાલુકા વરસાદથી વંચિત રહ્યા.
વરસાદના આંકડા (સવારના 6 થી બપોરના 12):
વલ્લભીપુર - 0 મિમી, ઉમરાળા - 0 મિમી, ભાવનગર - 0 મિમી, ઘોઘા - 0 મિમી, સિહોર - 3 મિમી, ગારીયાધાર - 19 મિમી, પાલીતાણા - 13 મિમી, તળાજા - 0 મિમી, મહુવા - 0 મિમી, જેસર - 9 મિમી.
છેલ્લા પાંચ દિવસનું તાપમાન: 14 સપ્ટેમ્બર, સોમવારે મહત્તમ 26.9 ડિગ્રી, લઘુત્તમ 24 ડિગ્રી, ભેજ 98 ટકા અને પવનની ઝડપ 8 કિમી પ્રતિ કલાક. 15 સપ્ટેમ્બર, મંગળવારે મહત્તમ 31.8, લઘુત્તમ 23.8 ડિગ્રી, ભેજ 70 ટકા, પવન 22 કિમી પ્રતિ કલાક. 16 સપ્ટેમ્બર, બુધવારે મહત્તમ 33.9, લઘુત્તમ 23.7 ડિગ્રી, ભેજ 70 ટકા, પવન 18 કિમી પ્રતિ કલાક. 17 સપ્ટેમ્બર, ગુરુવારે મહત્તમ 34.7, લઘુત્તમ 24.2 ડિગ્રી, ભેજ 63 ટકા, પવન 16 કિમી પ્રતિ કલાક. 18 સપ્ટેમ્બર, શુક્રવારે લઘુત્તમ 24.6 ડિગ્રી, ભેજ 93 ટકા અને પવન 12 કિમી પ્રતિ કલાક.