ભાવનગરના એસ.ટી. બસ સ્ટેન્ડ પર 3 સપ્ટેમ્બરે લિવ-ઈન પાર્ટનરની હત્યા કરનાર આરોપી ફૈઝલને પોલીસે આજે (5 ઓગસ્ટ) ઘટનાસ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. દરમિયાન નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.પી. ઉનડકટે આરોપીને જાહેરમાં દોરડેથી બાંધીને લાકડી વડે દંડા ફટકાર્યા હતા. એક વીડિયોમાં આરોપીને 10 મિનિટમાં 107 દંડા માર્યાનું જોવા મળ્યું છે.
ઘટનાક્રમ મુજબ, પોલીસે પહેલા આરોપીને પોલીસ વાન પાસે ઉભો રાખીને માર માર્યો, બાદમાં તેને પિલ્લર સાથે બાંધીને અને છેલ્લે સુવડાવીને પણ દંડા ફટકાર્યા. પીઆઈ ઉનડકટે પહેલા 4 મિનિટમાં જ 48 દંડા ફટકાર્યા હતા. આરોપીને નીચે સુવડાવીને બે પગ વચ્ચે લાકડી ભરાવીને પણ માર માર્યો હતો. ઘૂટણિયે ચાલતો ફૈઝલ એક દંડામાં જ અધમૂઓ થઈને પડી ગયો હતો.
આ વર્તન બંધારણીય અને કાયદાકીય ધોરણોનું ઉલ્લંઘન છે. ગુજરાતના પૂર્વ ઈન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢવું અથવા અપમાનજનક વર્તન કરવું એ ગુનો છે. સુપ્રીમ કોર્ટની ડી.કે. બાસુ ગાઈડલાઈન્સ પણ આવી કાર્યવાહી સામે ચેતવણી આપે છે.
પીઆઈ ઉનડકટ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "આવું કોઈ બીજી મહિલાઓ સાથે ન બને તે માટે જાહેરમાં સર્વિસ કરવામાં આવી હતી." પરંતુ કાયદાના નિષ્ણાતો માને છે કે આવી કાર્યવાહી કાયદાનો ભંગ છે અને પોલી� અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, હત્યાની ઘટના અંગે મૃતક કાજલબેન છેલ્લા આઠ વર્ષથી ફૈઝલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી. 3 સપ્ટેમ્બરે કાજલબેન પોતાના ઓળખીતા રવિ સાથે વાત કરી રહ્યા હતા, ત્યારે ફૈઝલે ત્યાં પહોંચીને ઝઘડો કર્યો અને કાજલબેનને માર મારીને ગંભીર ઈજા પહોંચાડી હતી. કાજલબેનને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. પોલીસે આરોપી ફૈઝલની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
આ ઘટના પોલી� દ્વારા કાયદાના શાસનનું ઉલ્લંઘન કરવાનો ગંભીર મામલો છે. ડી.કે. બાસુ ગાઈડલાઈન્સ અનુસાર, કસ્ટડીમાં લીધેલા આરોપીને શારીરિક ત્રાસ આપવો એ ગંભીર ગુનો છે. આવા કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓ સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે છે.