સત્ય. સાહસ. સંકલ્પ.

ભરૂચમાં ST બસ બેકાબૂ, શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરેલાં વાહનોને ટક્કર, જાનહાનિ નહીં

ભરૂચમાં ST બસ બેકાબૂ, શોપિંગ સેન્ટર પાસે પાર્ક કરેલાં વાહનોને ટક્કર, જાનહાનિ નહીં

ભરૂચના શાલીમાર ચોકડી નજીક બ્રેક ફેલ થવાને કારણે એક ST બસ બેકાબૂ બની ગઈ હતી. બસે શોપિંગ સેન્ટરની બહાર પાર્ક કરેલાં અનેક ટૂ-વ્હીલરને અડફેટે લીધાં હતાં. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર, શોપિંગ સેન્ટરની બહાર વાહનો પાર્ક કરેલાં હતાં. તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલી ST બસનો બ્રેક ફેલ થઈ ગયો હતો. ચાલક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવી બેઠો હતો, જેના કારણે બસ બેકાબૂ બની પાર્ક કરેલાં વાહનો સાથે અથડાઈ હતી.

અકસ્માતમાં ટૂ-વ્હીલરને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વાહનચાલકોમાં ચિંતા જોવા મળી હતી.

સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.