ભરૂચ જિલ્લાના વાગરા GIDC વિસ્તારમાં આવેલી સેનઝીલ ફાર્મા કેમ પ્રા. લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે 15 હજાર લિટર ક્ષમતાના રિએક્ટરમાં પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને બ્લાસ્ટના કારણોની જાણકારી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કંપની તરફથી હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.