કોમેડિયન ભારતી સિંહ પોતાના પરિવાર સાથે દુબઈ ગઈ છે, જ્યાં તેમણે કપિલ શર્માના કાફેમાં લંચ કર્યું. આ પ્રવાસ તેમના નાના દીકરા કાજુની પ્રથમ આંતરરાષ્ટ્રીય યાત્રા છે. ભારતી સાથે તેમના પતિ હર્ષ, દીકરો કાજુ અને ગોલા પણ છે.
ભારતીએ તેમના વ્લોગમાં જણાવ્યું કે, કાફેમાં પ્રવેશ કરતાં જ તેમનું સ્વાગત મેંગો બરિસ્તા, મેંગો ચિલી લેમન અને કોકો બ્લુ ઓસનથી કરવામાં આવ્યું. ગોલાએ કહ્યું કે, તેણે ચોકલેટ ખાધી છે.
કાફેનું મેનુ જોઈને ભારતી સિંહ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, “હું મેનુ જોઈને હેરાન રહી ગઈ છું. માઇન્ડ બ્લોઇંગ મેનુ છે. વડાપાંવ, પંજાબી કુલ્ચા, આલુ પરાઠા, પનીર પરાઠા, કોફી, શેક... શાનદાર લંચ કરીને જઈશું.” તેમણે ઉમેર્યું કે, કપિલ શર્માએ અમને એટલું હસાવ્યું છે, તેમનું જમવાનું પણ ટ્રાય કરો, એટલું સરસ છે કે તમે વારંવાર જશો.
ભારતીએ ડ્રિંક્સ બાદ પાણીપુરીનો ઓર્ડર આપ્યો અને પછી આલુ ટિક્કી ખાધી. લંચ માટે તેમણે અમૃતસરી કુલચાનો ઓર્ડર આપ્યો.
કાફેના મેનુમાં ભાવ ઊંચા છે. એક કપ ચાની કિંમત 500 રૂપિયાથી વધુ છે, જ્યારે એક પ્લેટ પાણીપુરી 800 રૂપિયામાં મળે છે. મીડિયા રિપોર્ટ મુજબ મેનુમાં સૌથી મોંઘી વસ્તુ પાસ્તા છે, જેની કિંમત 1,604 રૂપિયા છે, જ્યારે સૌથી સસ્તી વસ્તુ 490 રૂપિયાની છે. કાફેમાં ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની વાનગીઓ મળે છે.