દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ પડ્યો છે. ભાણવડ શહેર ઉપરાંત મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે આશરે 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આ વરસાદ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતાં દુષ્કાળની ચિંતામાં મુકાયેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. ખેતીના પાકને નવજીવન મળતાં ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાયો હતો, જેના કારણે ખેતીવાડી પર અસર પડી હતી. હવે આ વરસાદથી ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે.