સત્ય. સાહસ. સંકલ્પ.

હિન્દુત્વનો આધાર નફરત નહીં, પ્રેમ છે: લંડનમાં ભાગવત

હિન્દુત્વનો આધાર નફરત નહીં, પ્રેમ છે: લંડનમાં ભાગવત

લંડનમાં રવિવારે યોજાયેલા RSSના 'સેલિબ્રેશન ઓફ વનનેસ' કાર્યક્રમમાં સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યું કે તેમનું કાર્ય નફરત પર નહીં, પરંતુ શુદ્ધ અને આધ્યાત્મિક પ્રેમ પર આધારિત છે. તેમણે શ્રોતાઓ સાથે વન-ટુ-વન ચર્ચા કરી હતી.

ભાગવતે કહ્યું, "મેં સાંભળ્યું છે કે કેટલાક લોકો કહે છે કે અમારા કાર્યનો આધાર નફરત છે, પરંતુ વાસ્તવમાં તેનાથી ઊલટું છે. અમારા કાર્યનો આધાર શુદ્ધ સાધ્વીક પ્રેમ છે." તેમણે સમાજમાં લોકોને જોડવા અને દરેક પ્રત્યે પોતીકાપણાની ભાવના વિકસાવવાની વાત પર ભાર મૂક્યો હતો.

હિન્દુત્વ અને હિન્દુ રાષ્ટ્રના સંદર્ભમાં તેમણે કહ્યું કે હિન્દુ વિચારસરણીમાં પરિવાર, સમાજ, માનવતા અને પ્રકૃતિ બધા એકબીજા સાથે સંકળાયેલા છે. તેમણે પ્રકૃતિ સાથે સંવાદિતાની વાત કરી અને કહ્યું કે માનવીએ પ્રકૃતિ પર વિજય મેળવવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે માનવી પોતે પ્રકૃતિનો જ એક ભાગ છે.

તેમણે વ્યક્તિઓ, સમાજ અને પ્રકૃતિએ સાથે મળીને પ્રગતિ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં તેમણે સેવા અને સમાજના ભવિષ્ય અંગે પણ વિચારો વ્યક્ત કર્યા હતા.