સ્માર્ટફોન માર્કેટમાં હવે ઓછા બજેટમાં પણ સારા ફોન મળી જાય છે. 15,000 રૂપિયાથી ઓછામાં 5G નેટવર્ક, મોટી બેટરી, સારા કેમેરા અને શાનદાર ડિસ્પ્લે જેવા ફીચર્સ મળે છે. જો તમે પહેલો સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ અથવા જૂનો ફોન અપગ્રેડ કરવા માંગતા હોવ, તો આ બજેટમાં POCO, Motorola, Samsung, Realme, Infinix, Lava અને Ai+ જેવી બ્રાન્ડ્સના ઓપ્શન ઉપલબ્ધ છે. અહીં તેમાંથી કેટલાક શાનદાર ઓપ્શનની વિગતો આપી છે.
POCO M7 Pro 5G: આ ફોનમાં MediaTek Dimensity 7025 Ultra પ્રોસેસર, 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. તેમાં 6.67 ઇંચની 120Hz AMOLED ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે 50MP અને 2MPનો રિયર કેમેરા તથા 20MPનો ફ્રન્ટ કેમેરા છે. 5110mAhની બેટરી 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમત: 14,999 રૂપિયા.
Moto G64: Motorolaનો Moto G64 પણ આ બજેટમાં આવે છે. તેમાં MediaTek Dimensity 7025 પ્રોસેસર, 8GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ફોનમાં 6.5 ઇંચની 120Hz IPS LCD ડિસ્પ્લે છે. રિયરમાં 50MP અને 8MPના બે કેમેરા છે, જ્યારે સેલ્ફી માટે 16MP કેમેરો છે. 6000mAhની બેટરી સાથે તેની શરૂઆતી કિંમત 13,000થી 14,000 રૂપિયા વચ્ચે છે.
Realme P3x: ઓછી કિંમતમાં 5G ઈચ્છતા લોકો માટે Realme P3x સારો ઓપ્શન છે. તેમાં Dimensity 6400 પ્રોસેસર, 6GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ફોનમાં 6.72 ઇંચની ડિસ્પ્લે, 50MPનો મુખ્ય કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરા છે. 6000mAhની બેટરી 45W SuperVOOC ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમત: 12,999 રૂપિયા.
Samsung Galaxy F16 5G: Samsungના આ ફોનમાં MediaTek Dimensity 6300 પ્રોસેસર, 4GB રેમ અને 128GB સ્ટોરેજ છે. ખાસિયત તેની 6.7 ઇંચની Super AMOLED ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે 50MP, 5MP અને 2MPનો ટ્રિપલ રિયર કેમેરા છે. 5000mAhની બેટરી 25W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમત: 12,499 રૂપિયા.
Infinix Note 50X 5G: તેમાં MediaTek Dimensity 7300 Ultimate પ્રોસેસર છે. 6GB રેમ અને 128GB સ્ટોરેજવાળા વેરિઅન્ટમાં 50MPનો રિયર કેમેરા અને 8MPનો ફ્રન્ટ કેમેરો મળે છે. ફોનમાં 6.67 ઇંચની IPS LCD ડિસ્પ્લે અને 5500mAhની બેટરી છે, જે 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમત: 13,499 રૂપિયા.
Lava Virat V1 5G: આ ફોનમાં Unisoc T8200 પ્રોસેસર, 4GB રેમ, 64GB સ્ટોરેજ અને 6.75 ઇંચની LCD ડિસ્પ્લે છે. ફોટોગ્રાફી માટે 13MPનો રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરો છે. 6000mAhની બેટરી 10W ચાર્જિંગ સાથે આવે છે. કિંમત: 12,799 રૂપિયા.
Ai+ Nova 2 5G: તેમાં Unisoc T8200 પ્રોસેસર, 4GB રેમ અને 64GB સ્ટોરેજ છે. ફોનમાં 50MP અને 2MPનો રિયર કેમેરા તથા 8MPનો ફ્રન્ટ કેમેરો છે. 6.75 ઇંચની IPS LCD ડિસ્પ્લે અને 6000mAhની બેટરી 18W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. કિંમત: 13,180 રૂપિયા.
નોંધ: ઉપરોક્ત કિંમતો અને ફીચર્સ લોન્ચ સમયેની માહિતી પર આધારિત છે. ખરીદી પહેલાં તમે અધિકૃત ડીલર અથવા બ્રાન્ડની વેબસાઇટ પરથી તાજી વિગતો ચકાસી લેવી.