સત્ય. સાહસ. સંકલ્પ.

ફિક્સ્ડ ડિપોઝિટમાં 8.50% સુધીનું વ્યાજ: આ બેંકોમાં સિનિયર સિટિઝન્સને મળે છે સૌથી વધુ રિટર્ન

ફિક્સ્ડ ડિપોઝિટમાં 8.50% સુધીનું વ્યાજ: આ બેંકોમાં સિનિયર સિટિઝન્સને મળે છે સૌથી વધુ રિટર્ન

નિવૃત્તિ પછી અથવા સુરક્ષિત રોકાણ શોધતા લોકો માટે બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) એક લોકપ્રિય વિકલ્પ છે. સિનિયર સિટિઝન્સને સામાન્ય ગ્રાહકો કરતાં વધારાનું વ્યાજ મળે છે. જોકે, બેંક અને FDની મુદત પ્રમાણે વ્યાજદર અલગ અલગ હોય છે.

સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં 8.50% સુધીનું વ્યાજ
સૌથી વધુ વ્યાજ આપતી બેંકોમાં સ્મોલ ફાઇનાન્સ બેંકો આગળ છે. ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, ESAF સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક સિનિયર સિટિઝન્સને 8.50% સુધીનું વ્યાજ આપી રહી છે.

પ્રાઈવેટ બેંકોમાં કેટલું વ્યાજ?
પ્રાઈવેટ બેંકોમાં DCB બેંક સિનિયર સિટિઝન્સને મહત્તમ 8% સુધીનું વ્યાજ આપે છે. બંધન બેંકમાં આ દર 7.95% છે, જ્યારે ઇન્ડસઇન્ડ બેંક અને યસ બેંકમાં 7.75% સુધીનું વ્યાજ મળે છે. આ ઉપરાંત IDFC ફર્સ્ટ બેંક 7.35%, કોટક મહિન્દ્રા બેંક 7.15% અને HDFC બેંક તથા ICICI બેંક 7.10% સુધીનું વ્યાજ આપે છે.

સરકારી બેંકોના વ્યાજદર
સરકારી બેંકોમાં બેંક ઓફ ઈન્ડિયાનો મહત્તમ વ્યાજ દર 7.45% છે. બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા 7.25% સુધી વ્યાજ આપે છે. ઇન્ડિયન બેંકમાં દર 7.15% છે, જ્યારે કેનેરા બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને પંજાબ નેશનલ બેંકમાં દર 7.10% સુધી છે. SBI અને યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં મહત્તમ વ્યાજ 7.05% સુધી છે.

વિદેશી બેંકોના વ્યાજદરો
વિદેશી બેંકોમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક 7.10% સુધી અને Deutsche બેંક 7% સુધીનું વ્યાજ આપે છે. જ્યારે HSBC બેંકમાં મહત્તમ દર 6% છે.

બેંકમાં FD કરતી વખતે મુદત જોવી પણ જરૂરી છે. માત્ર વ્યાજદર જોઈને FD કરવી યોગ્ય નથી. સિનિયર સિટિઝન્સે એ પણ જોવું જોઈએ કે પૈસા કેટલા સમય માટે લોક થશે. જો નજીકના ભવિષ્યમાં પૈસાની જરૂર પડે, તો લાંબી મુદતની FD ટાળવી સારી.