સત્ય. સાહસ. સંકલ્પ.

ઉંમર છેતરપિંડી: BCCIએ U19 ટીમમાંથી રોહિત યાદવને હાંકી કાઢ્યો, બે નવા ખેલાડીઓને તક

ઉંમર છેતરપિંડી: BCCIએ U19 ટીમમાંથી રોહિત યાદવને હાંકી કાઢ્યો, બે નવા ખેલાડીઓને તક

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ અંડર-19 ટીમમાંથી બંગાળના લેગ સ્પિનર રોહિત યાદવને હાંકી કાઢ્યો છે. તેની પાછળનું કારણ ઉંમર છેતરપિંડીનો કેસ છે. BCCI એ આ અંગે પ્રેસ રિલીઝમાં જાણકારી આપી હતી.

ભારતની અંડર-19 ટીમને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરેલું સિરીઝ રમવાની છે. આ સિરીઝ વનડે અને મલ્ટી-ડે, બંને ફોર્મેટમાં રમાશે. આ પહેલા BCCI એ ટીમમાં ફેરફાર કર્યો છે. રોહિત યાદવને વનડેમાં સૌરાષ્ટ્રના આર્યન સવસાની અને મલ્ટી-ડેમાં હરિયાણાના તનમય બલોડા સાથે બદલવામાં આવ્યો છે.

નોંધનીય છે કે રોહિત યાદવ શ્રીલંકાના પ્રવાસે ગયેલી U19 ટીમનો ભાગ હતો, જ્યાં તેણે છ વિકેટ લીધી હતી. જોકે, હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં રમતો જોવા મળશે નહીં. આ સિરીઝમાં ભારતના પૂર્વ ક્રિકેટરો રાહુલ દ્રવિડના દીકરા અન્વય અને વિરેન્દ્ર સહેવાગના દીકરા આર્યવીરને પણ તક આપવામાં આવી છે.

BCCI દ્વારા જાહેર કરાયેલી સુધારેલી ટીમ નીચે મુજબ છે:

ભારત અંડર-19 વનડે ટીમ: લક્ષ્ય રાયચંદાની, યશવર્ધન ચૌહાણ, રજત બાધેલ, આર્યવીર સહવાગ, વીકે વિનીત, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ, વી યશવીર, શવિન વિનોદ, મોહિત ઉલ્વા, સી વેંકટા, કાવ્ય પટેલ, આર્યન સવસાની.

ભારત અંડર-19 મલ્ટી-ડે ટીમ: યશવર્ધન ચૌહાણ, લક્ષ્ય રાયચંદાની, સાગર વિર્ક, કુશાગ્ર ઓઝા, મનલ ચૌહાણ, કુશ પટેલ, અયાન અકરમ, માનવ કૃષ્ણા, અભિપ્રાય વિશ્વાસ, ઈશાન ઓમ, પ્રણવ રાધવેન્દ્ર, પ્રિયાંશુ સિંહ, મોહિત ઉલ્વા, આર્યન યાદવ, તનમય બલોડા.